Live Darshan

આથી વૈષ્ણવશ્રીઓને ખાસ સૂચિત કરવામાં આવે છે કે YATRADHAM.ORG નામની વેબસાઈટ ઉપરથી શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ડાકોરમાં ધજા પૂજન તુલસીપૂજા એક દિવસના અને તુલસી પૂજા એક માસના જુદા જુદા પ્રકારના ડોનેશન આ વેબસાઈટ ઉપરથી લેવામાં આવે છે તે તદ્દન ફ્રોડ છે આ વેબસાઈટ YATRADHAM.ORG ડાકોર શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ તરફથી અધિકૃત કરેલી નથી જેથી આ વેબસાઈટ ઉપરથી કોઈપણ વૈષ્ણવો ભાઈ તે વેબસાઈટ ઉપર ઉપરોક્ત જણાવેલી માહિતી મુજબ ડોનેશન આપશે તો તે ગેરવલ્લે જાય છે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ ડાકોર તેની જવાબદારી લેતી નથી ધજાપૂજન ,તુલસી અર્પણ રૂબરૂમાં વૈષ્ણવ દ્વારા થાય છે અને મંદિર ટ્રસ્ટ તરફથી ધજા અને લાગા સાથે ફક્ત રૂપિયા 610/- લેવામાં આવે છે તુલસી વૈષ્ણવ જાતે લાવી ઠાકોરજી સમક્ષ આપવાથી કર્મચારી મારફતે તે તુલસી સેવક વારાદારી અર્પણ કરે છે તેમાં કોઈ ચાર્જ કે ડોનેશન ટ્રસ્ટ તરફથી લેવામાં આવતું નથી જેની ગંભીર નોંધ લેવા વિનંતી છે જય શ્રી રણછોડરાય મહારાજ
Shri Ranchhodraiji Live Darshan is also available on YouTube.
https://www.youtube.com/c/RanchhodraijiLiveDarshanDakor
દૈનિક દર્શનનો સમય: મંગળા આરતી સવારે 6:45 થશે. દર્શનનો સમય : સવારે 6:45 AM થી 8:30 AM મંગળા દર્શન, 9:00 AM થી 11:00 AM શ્રુંગારભોગ દર્શન, 11:30 AM થી 12:00 PM રાજભોગ દર્શન. 12:00 PM થી 4:00 PM મંદિર બંધ રહેશે. બપોરે 4:00 PM થી 5:00 PM થી ઉત્થાપન દર્શન, 5:15 PM થી 6:00 PM શયન ભોગ દર્શન, 06:45 PM થી 7:30 PM સખડીભોગ દર્શન થઈ શ્રીજી મહારાજ પોઢી જશે. રવિવારના દિવસે 9:00 AM થી 12:00 PM દર્શન સતત ખુલ્લા રહેશે તથા સાંજના સમયે 4:00 PM થી 6:00 PM સળંગ દર્શન ખુલ્લા રહેશે.
Latest News and Updates
શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર માટે ડોનેશન ફક્ત મંદિરની Website તથા મંદિર પરિસરમાં જ લેવાઈ છે. ડોનેશન આપવાથી શ્રી રણછોડરાય મહારાજ મંદિર ટ્રસ્ટ તથા ગૌશાળા ટ્રસ્ટની પાકી પહોંચ મળે છે. WhatsApp, Facebook તથા બીજા કોઈ માધ્યમથી લેવામાં આવતું નથી.
WhatsApp તથા Facebook માધ્યમથી શ્રી રણછોડરાયજી મંદિર ડાકોરના નામે ડોનેશન મેળવશે તેની સામે સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરવાની ટ્રસ્ટને ફરજ પડશે.
ગૌશાળા ટ્રસ્ટ માટે દાન
Click here for Donation Shri Ranchhodraiji Maharaj Mandir Gaushala Trust
ગૌશાળા ટ્રસ્ટ માં દાન આપેલ રકમ 80(જી) હેઠળ કર મુક્ત છે.